Latest Entries »

દિલ્લી

સૌ કરોડ વાળી દિલ્લી તું સેના માટે ચુપ છે ,દેશ નો જે હાલ છે ,એના જવાબદાર કૌન છે ?
રોજ રોજ નવા કોભાંડ આવી રહ્યા છે ,આ જોઈ ને હૃદય ઊછળતું નથી ?
કોભંડી ઓ ને જેલ માં નથી નાખી સકતી એનું નામ છે દિલ્લી .

Advertisements

પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય.

જહોન મેકસવેલ અમેરિકાના એક જાણીતા લીડરશીપ ગુરુ છે. જેમના પુસ્તકો બેસ્ટ સેલર બન્યા છે અને પોતે ઘણી મોટી કંપનીઓના સલાહકાર છે. બહોળા અનુભવ બાદ એમણે સફળ થયેલા લોકોની વિચારપદ્ધતિ વિશે સંશોધન કર્યું છે. એમના પુસ્તક ‘હાઉ સક્સેસફુલ પીપલ થિંક’નું મુખ્ય તારણ છે કે કોઇ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે ખાસ વિચાર પદ્ધતિ હોવી જરૂરી છે. લેખકે કરેલા સંશોધનની થોડી ખૂબીઓ…

કોઇ પણ સફળ વ્યક્તિ નેગેટિવ નથી હોતી. સારા વિચારો અલ્પ સમય પુરતા જ આવતા હોય છે. માટે તેમનો તાત્કાલિક અમલ જરૂરી છે. વિચારોની નોંધ કરવાની આદત કેળવો જેથી અમલ કરવામાં સરળતા રહે. નાની ઇચ્છાઓ છોડી મોટા પાયા પર વિચાર કરવાનો આગ્રહ રાખો. સફળ વ્યક્તિ મોટું સ્વપ્ન જુએ છે. પોતે અભિપ્રાય આપવા કરતાં બીજાંને સાંભળવાથી વધારે શીખવા મળે છે. વિચારોને ધ્યેય પર કેન્દ્રિત કરો અને વિચલિત કરતી દરેક આદતથી દૂર રહો.

આથી તમારી પસંદની અમુક પ્રવૃત્તિઓ છોડવી પડે તો પણ અચકાશો નહીં. તમારી પ્રગતિનો રીવ્યૂ કરતા રહો. સફળ વ્યક્તિ પોતાના સ્વપ્નનો વિકલ્પ તૈયાર રાખે છે. જો સ્વપ્ન સાકાર ન થાય તો બીજા વિકલ્પનો અમલ કરે છે. માટે એ નિષ્ફળતાના ભયથી મુકત છે. જેવી છે તેવી સ્થિતિથી એ ક્યારેય સમાધાન નથી કરતા અને સુધારવાની કોશિશ કરતા રહે છે. વિચારોને વાસ્તવિક રાખો. ધ્યેય અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર નિરાશાનું કારણ બને છે.

આપણા સાધનોને ધ્યાનમાં રાખી ભવિષ્યની યોજના ઘડો. સૌથી ખરાબ સ્થિતિ શું થઇ શકે તેનું ધ્યાન રાખી વ્યૂહાત્મક રીતે વિચારો પર અમલ કરો. સારી તૈયારી અડધી લડાઇ જીતાડી દે છે. કોઇ પણ સમસ્યાને નાના ટુકડાઓમાં વહેંચી દેવાથી એનો સામનો કરવો સહેલો થઇ જશે. જો તમે ધારી લેશો કે અમુક કામ તમારાથી નહીં થાય તો બધી જ મદદ મળવા છતાંય તમે એ કામ નહીં કરી શકો. સફળ વ્યક્તિ બદલાવથી ડરતી નથી.

સફળતા માટે પોતાને ફાવતી સ્થિતિનો મોહ છોડવો જરૂરી છે. પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહેવાની આદત કેળવો. ટોળાની વૃત્તિથી દૂર રહો. સામાન્ય લોકો રિવાજ કે પ્રથાને માને છે. એમનાથી થોડું જુદું વિચારો. ટોળાની વૃત્તિ સામાન્ય પરિણામ આપશે, સફળતાનું શિખર નહીં. સફળ લોકોના વિચારોનો અભ્યાસ કરી તમારી પરિસ્થિતિ પ્રમાણે અમલમાં મુકવાની કોશિશ કરો.

લેખકની આ સલાહો સફળ વ્યક્તિઓની વિચારશૈલીનો અભ્યાસ કર્યા બાદ અપાઇ છે. એ માને છે કે કોઇ પણ યોજનાને પાર પાડવા માટે યોગ્ય વિચાર પદ્ધતિનું હોવું અત્યંત જરૂરી છે.‘

લાગણીઓ મરતી નથી..કારણ જગત એના પાયા પર જ ચાલે છે.પરંતુ લાગણી વગર નુ જીવન એટ્લે જીવતા મ્રુત્યુ.

બચપન


U are How much lucky Krishnakant Unadkat, Chintan ni pale
સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!

હમણાં એક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યું, હું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કે, થોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો.

મને કહ્યું કે, કેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કે, અમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવે? ન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું!

બાકી મારે પ્રેમાળ પત્ની છે, સરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કે, મારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કે, બગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશે? કોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને ‘કામચલાઉ જેલ’ જેવું લાગતું હશે? ઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે.

બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એ દિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી.

પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કે, હું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તો બધું જ હતું, છતાં એની પાસે કંઈ જ ન હતું.

કોઈ ન હોય ત્યારે સંબંધોની ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથે થોડાક કલાક રહેવું જોઈએ. એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાન, મસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો.

મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતો? મારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યું, મેં તને ખૂબ રડાવી છે ને? કદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કે, તારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે.

તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો, મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છો, કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છો, રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે લકી છો, કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો લકી છું

બદલતા માણસ અને બદલતી મૌસમ નો કદિ વિશ્વાસ ના કરવો.

આ છે શેરબજારના શેર!! આ છે શેરબજારના શેર!!

ઘરબાર વેચીને તમે ક્યારેય ન વસાવતા કોઇ શેર
જ્યારે કિમત ઘટે ત્યારે વસાવો તમે જે ગમેતે શેર
જ્યારે કિમત વધે ત્યારે વેચી નાખો જે હોય તે શેર
જો ચાલસો તેનાથી ઉલટા તો તુટી જસે તમારી કેડ…આ છે શેરબજારના શેર!!

તમે ગુમાવ્યા જો પૈસાતો શેર પરના રાખો કોઇ વેર
તમે શુ કરવા વસાવ્યા આટલા બધા શેર ના શેર
વિચારીને લો તમે શેર,પૈસાની રાખો તમે થોડી કેર
શેરબજારમા થઇ જસે તમારા શેરના ક્યારે સવા શેર…આ છે શેરબજારના શેર!!

કોઇ ન્યાલ થઇ જાય કોઇક વાર લઇ ને શેર ના શેર
કોઇ પાયમાલ થાય ક્યારેક લઇ ને કોઇ તોફાની શેર
દર વખતે મલસે પૈસા એવો નથી આ કોઇ સીધો ખેલ
આ તો છે તકદીરનો ખેલ,બિચારો શુ કરે કોઇ શેર…આ છે શેરબજારના શેર!!

કોઇકવાર મલે જો બોનસ એક શેર પર બીજો એક શેર
કોઇકવાર લાખના બાર હજાર કરે શેરબજારનો કોઇ શેર
ભાવ ઘટે તે પહેલા તમે વેચી નાખો શેરબજારમાં શેર
લે વેચ આવડે તો જ લેજો શેરબજારમાં ક્યારેક શેર…આ છે શેરબજારના શેર!!

સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.

બેસ્ટ સેલર પુસ્તક ‘ધ સિક્રેટ’ પર જે ફિલ્મ બની તેના નિર્માતા પોલ હેરિંગટને આ વિષય પર એક પુસ્તક લખ્યું છે. ‘ધ સિક્રેટ ટુ ટીન પાવર’. આ પુસ્તકનો મૂળ હેતુ છે પોતાની ટીનએજર પુત્રીને લો ઓફ એટ્રેકશન (આકર્ષણનો નિયમ) સમજાવવાનો. જે ર્દષ્ટાંતો અપાયા છે તે પણ ફિલ્મ, પોપ સંગીત કે રમતગમતને લગતા છે, જેથી યુવા વર્ગના વાચકને વધારે રસ પડી શકે. આ નિયમનો કેવી રીતે અમલ કરવો તેનું પણ માર્ગદર્શન અપાયું છે.
આ નિયમનો મૂળ સિદ્ધાંત છે વિચારોની શક્તિ, જેનાથી જીવનને બદલી શકાય છે. બાળકની કલ્પનાને કોઈ સીમા નડતી નથી જ્યારે મોટાંઓ સીમાબદ્ધ થઈ ગયાં છે. આ સીમાઓને આપણે પોતે નક્કી કરી આપણી પ્રવૃત્તિ પર કાપ મૂકી દઈએ છીએ. આકર્ષણના નિયમનો જો યોગ્ય પ્રયોગ કરતા આવડે તો કોઈ પણ કલ્પનાને સાકાર કરી શકાય છે.
તમારે શું જોઈએ છે તે ધ્યેય સ્પષ્ટ રાખી નેગેટિવ વિચારોથી દૂર રહો. તમે જેવું વિચારો છો તેવું પામશો. માટે વિચારો પર નિયંત્રણ જરૂરી છે. વિકલ્પો આપણી સામે છે, જે મળે તે સ્વીકારી લેવું અથવા જેની ઈચ્છા છે તે પામવું. આપણી વિચારશક્તિથી આ બંને સ્થિતિઓ શક્ય છે. જે ગમે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. સફળતાનું આ સિક્રેટ છે. મૂડ સારો રાખી વિચારોથી જીવનને બદલો. ખરાબ મૂડ હોય ત્યારે રમતના મેદાન પર લેવાતા ‘ટાઈમ આઉટ’ની રીત અપનાવી ગમતાં કાર્ય કરો. ધ્યેયને પામવા માટે પ્રસન્નતા જરૂરી છે. માગો, વિશ્વાસ રાખો અને મેળવો- આ મૂળ સિદ્ધાંત છે. જો આ નિયમ પ્રમાણે વર્તન રાખશો તો પરીકથાની જેમ જીવનમાં પણ ચમત્કાર શક્ય છે.
ફરિયાદો કરી દુ:ખી રહેવા કરતાં જે મળ્યું છે તે માટે આભાર માની પોઝિટિવ બનતાં શીખો. પ્રસન્ન રહેવાનું આ પ્રથમ પગલું છે. તમે પ્રસન્ન હશો તો બીજાઓ પણ તમારી સાથે પોઝિટિવ રહેશે. આપણું મગજ શબ્દો કરતાં ચિત્રોથી વધારે પ્રભાવિત થતું હોય છે. માટે ધ્યેય પામવાનાં સ્વપ્નો જુઓ. સફળ સ્પોર્ટ્સ કોચ ખેલાડીઓને વિજયનું સ્વપ્ન બતાવતા હોય છે. સફળતા કેવી રીતે મળશે તેની ચિંતા છોડૉ. તમે ધાર્યું નહી હોય તેવી દિશામાંથી મદદ મળી જશે, સારો મૂડ આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ કરે છે.
નેગેટિવ વિચારો તનાવ વધારી બીમારી લાવે છે. બીમારીમાં દવાઓ જેટલું જ મહત્વ માનસિક સ્થિતિનું છે. પ્રસાર માધ્યમોમાં આવતાં નેગેટિવ સમાચારો કરતાં સુંદરતા પર ધ્યાન કેન્દ્રિત કરો. સ્વપ્નો જોઈ એમને સાકાર કરવાની પુરી કોશિશ કરશો તો આકર્ષણનો નિયમ જરૂર મદદરૂપ થશે. દરેક સફળ વ્યક્તિનું આ સિક્રેટ છે.‘